જૂનાગઢમાં દારૂનાં ધંધાર્થીને ત્યાં પોલીસની રેડ, ઝડતી દરમ્યાન મંદિર નીચેથી રૂ. ૩ર.પ૩ લાખથી વધુની રોકડ મળી : તપાસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ વિષે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. જે ઝૂંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા સ્ટાફના હે.કો. ભગવાનભાઈ, મેહુલભાઈ, પો.કો. કરણસિંહ, ચેતનસિંહ, કનકસિંહ, રવીન્દ્રસિંહ, ગોવિંદભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ ખાનગી બાતમી આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હીરાભાઈ પૂંજાભાઈ ભારાઈ જાતે રબારી (રહે. સંજયનગર, ગાંધીગ્રામ)ને ગાંધીગ્રામ વિસ્તારમાંથી પકડી પાડયા ધરપકડ કરવા માટે તેના રહેણાક મકાને રેઇડ કરવામાં આવેલ હતી. આરોપી હીરાભાઈ પૂંજાભાઈ ભારાઈ ઘરે હાજર મળી આવેલ ના હતો પરંતુ તેના પિતા પૂંજાભાઈ વરજાંગભાઈ ભારાઈ જાતે રબારી (ઉ.વ. ૫૪) હાજર મળી આવેલ હતા. સી ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા મકાનમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા મકાનની અંદર આવેલ મંદિર નીચેની લાદી ખેસવી તપાસ કરતા ભોંયરા જેવું ચોરખાનું મળી આવેલ હતું. જે ચોરખાનામાં તપાસ હાથ ધરવામાં આવતા સાત જેટલી નાની પેટીમાં જુદા જુદા દરની રૂ. ૩૨,૫૩,૫૦૦/- ની ચલણી નોટો મળી આવેલ હતી. તપાસ દરમ્યાન માતબર રકમની ચલણી નોટો મળી આવતા પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી અને હાજર આરોપી હીરા પૂંજાભાઈ રબારીના પિતા પૂંજાભાઈ વરજાંગભાઈ ભારાઈ જાતે રબારી સંતોષકારક જવાબ આપી શકેલા ના હતા જેથી સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તમામ રોકડ રકમ
રૂ. ૩૨,૫૩,૫૦૦ કબજે કરવામાં આવેલ છે. આમ વોન્ટેડ આરોપીની તપાસમાં ગયેલ સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી આરોપીના ઘરની ઝડતી તપાસમાં લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવેલ હતી. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા પકડાયેલ રોકડ રકમની વધુ સઘન તપાસ હાથ ધરી જૂનાગઢ ઇન્કમટેક્ષ વિભાગને તથા એફ.એસ.એલ.ને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!