ખંભાળિયામાં ભયાવહ આકાશી વીજથી વ્યાપક નુકશાની : જિલ્લામાં સાવર્ત્રિક ધોધમાર વરસાદ : કલ્યાણપુરમાં ધોધમાર સાડા ૧૧ ઈંચ વરસાદ

0

અનેક સ્થળોએ રસ્તાઓ બન્યા નદી : ખેતરો જળબંબાકાર : ઘી અને સિંહણ ડેમમાં વિપુલ માત્રામાં નવા પાણી આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે. જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત દોઢથી બે કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ સાડા ઈંચ ઇંચ અને ભાણવડ, ખંભાળિયામાં ચાર-ચાર તથા દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો પામી છે. વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલો પણ મળી રહ્યા છે. કલ્યાણપુર પંથકના છેલ્લા બે દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જાેવા મળી હતી. ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ખેતરો પાણીથી તરબતર બન્યા હતા. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ ઉપરાંત તાલુકાના બાંકોડી, દુધિયા, દેવળીયા, વિગેરે ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે વાહન ચાલકો તથા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, કલ્યાણપુરમાં ગઈકાલે દિવસ દરમ્યાન ૩૨ મી.મી. તેમજ ગત રાત્રે ૧૨ થી ૬ આજે સવારે ૬ વાગ્યા સુધીનો સમયગાળા દરમ્યાન સાંબેલાધારે સાત ઈંચ (૧૭૬ મી.મી.) પાણી વરસી ગયું હતું. આમ, ગઈકાલે સવારે ૧૦થી આજે સવારે ૧૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન આશરે સાડા ૧૧ ઈંચ (૨૮૫ મી.મી.) પાણી વરસી જવા પામ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં કુલ સાડા ૨૯ ઈંચ (૭૩૫ મી.મી.) વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના હરીપર ગામથી પાનેલી તરફ જતા માર્ગે ઊર્જા વિભાગની એક બોલેરો પાણીના કાઢીયા માંથી પસાર થતી વખતે ધોધમાર વહેણના કારણે તણાવવા લાગી હતી. જાે કે સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. ભાણવડ તાલુકામાં ગઈકાલના બે ઈંચ વરસાદ બાદ આજે સવારે ૮ થી ૧૦ દરમ્યાન ધોધમાર બે ઇંચ પાણી પડી પડી જતા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪ ઈંચ (૧૦૨ મી.મી.) પાણી પડી ગયું હતું. આ સાથે ભાણવડ તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૪૭૬ મી.મી. નોંધાયો છે. ખંભાળિયા તાલુકામાં પણ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ૨૪ કલાક દરમ્યાન ખંભાળિયા તાલુકામાં ચાર ઈંચ વરસાદ બાદ આજે સવારે વધુ એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમમાં આશરે ત્રણ ફૂટનો વધારો થતાં ડેમની સપાટી ૧૩ ફૂટ ઉપર પહોંચી છે. ત્યારે મહત્વના એવા સિંહણ ડેમમાં ૨૪ કલાકમાં નવા સાત ફૂટ પાણીનો વધારો થતા ડેમની સપાટી ૨૧ ફૂટે પહોંચી છે અને હવે સિંહણ ડેમ ઓવરફ્લો થવાને આડે માત્ર એક ફૂટનું છેટુ છે. ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત બે કલાક જેટલા સમયગાળા દરમ્યાન થયા ભયાવહ આકાશી વીજના કડાકા-ભડાકાથી લોકો ભયભીત બન્યા હતા. અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. વીજળીના કારણે પંખા, એ.સી., ઈનવર્ટર વીગેરે ઉપકરણો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં.

error: Content is protected !!