ગીર-સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક મેઘ મહેર

0

ગીર-સોમનાથ જિલ્લામાં મોડી સાંજથી ભારથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે સમગ્ર જળાશયોમાં નવા નિરાવ્યા છે. વિપુલ પ્રમાણમાં પાણીને આવક થતા જમીનમાં પાણીનું સ્તર વધ્યું છે અને ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, કોડીનાર, તાલાળા, વેરાવળ, ઉના અને ગીર ગઢડા તાલુકામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી યાત્રાધામ પ્રાચી તીર્થથી કુંભારીયા ગામ તરફ જતા રસ્તા ઉપર એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું અને વાહન વ્યવહાર ખોરવાયો હતો તથા પ્રાચી તીર્થમાં આવેલા જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં વિજપોલ ધરાશાહી થયા હતા હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે ગીર જંગલમાં પડેલા મુશળધાર વરસાદથી યાત્રાધામ પ્રાચી તીર્થની પૂર્વ વાહીની સરસ્વતી નદીમાં પુર આવતા જાંબુડા નીચે બિરાજમાન સુવિખ્યાત માધવરાયજી પ્રભુ તથા લક્ષ્મીજી મંદિર પાણીમાં જળમગ્ન થયા હતા હવે શ્રદ્ધાળુઓને બહારથી દર્શન કરવાના રહેશે. જ્યારે ગીર જંગલમાં પડેલા વરસાદથી પ્રાચી ની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદી બે કાંઠે જાેવા મળ્યો હતી આ પૂરને જાેવા લોકો ઉમટ્યાં હતા.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!