ખંભાળિયા – સલાયા માર્ગ ઉપર આવેલા કોઠા વિસોત્રી ગામ પાસેથી મુસાફરો લઈને જઈ રહેલા એક છકડા રીક્ષાના ચાલકે રીક્ષા ઉપરના સ્ટિયારિંગ પરનો કાબુ ગુમાવી દેતા શ્રમિકો સાથેની આ રીક્ષા પલટી થઈ ગઈ હતી. ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા આશરે એક ડઝન જેટલા ખેત મજૂરી કરતા શ્રમિકોને લઈને જઈ રહેલી આ રીક્ષા અકસ્માતગ્રસ્ત થતા આ અકસ્માતમાં ૧૦ જેટલા શ્રમિકોને નાની-મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.