બિલખાના રાવત સાગર તળાવ નજીક એક પરિવારની ૧૩ વર્ષની બાળાને મગરે ઈજા પહોંચાડતા મૃત્યું

0

બિલખા-બંધાળા રાવત સાગર તળાવમાં ૧૩ વર્ષની કિશોરી તેની માતા સાથે કપડા ધોવા આવી હતી. ત્યારે ઓચિંતા મગરે આ કિશોરીને પુછડા મારી પાણીમાં લઈ ગઈ હતી. ત્યારે માતાએ રાડોરાડ પાડતા આજુબાજુનાં યુવાનો દોડી આવ્યા હતાં. પરંતુ મગર તેને ઉંડા પાણીમાં લઈ જતા જૂનાગઢ ફાયર વિભાગની ટીમને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. ફાયર ઓફિસર ભુમિત મિસ્ત્રી અને સ્ટાફ દ્વારા સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શનિવારે બાળકીની ભાળ મળી ન હતી. અને ગઈકાલે બપોર બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મગરે માસુમ બાળકીનો ભોગ લીધો હતો. અને બીજલભાઈ રામાભાઈ ગુજરીયાની ૧૩ વર્ષની માસુમ બાળાનું મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે તેના પરિવારમાં અરેરાટીની લાગણીવ્યાપી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!