પોકેટ કોપથી ઝડપાયેલ આરોપીનાં અન્ય ગુનાઓ પણ સામે આવ્યા

0

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી હે.કો. માલદેભાઈ, કે.એમ.દાફડા, પો.કો. વનરાજસિંહ, ભરતભાઇ, અનકભાઈ, દિનેશભાઈ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં દેશી દારૂના કેસમાં પકડાયેલ આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે દેશી દારૂના ૫૧૦ લીટર ઓટો રીક્ષા સહિતના કુલ રૂા. ૬૦,૨૦૦/- ના મુદામાલના ગુન્હામાં પકડાયેલ આરોપી યશરાજ ઉર્ફે કાનો તોતળો રશ્મિકાંત ઠાકોર ઉવ. ૩૫ રહે. કડીયાવાડ, ચામુંડા શેરી, જૂનાગઢની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે દેશી દારૂ પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી યશરાજ ઉર્ફે કાનો તોતળો રશ્મિકાંત ઠાકોરની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે ત્રણ દારૂના ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી, હે.કો. માલદેભાઈ, કે.એમ.દાફડા, પો.કો. વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી યશરાજ ઉર્ફે કાનો રશ્મિકાંત ઠાકોરની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી યશરાજ ઉર્ફે કાનો તોતળો રશ્મિકાંત ઠાકોર ૨૦૧૫ની સાલમાં જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલના ૦૧ કેસમાં, ૨૦૧૬ની સાલમાં રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે હથિયારધારાના તથા પ્રોહીબિશનના ૦૨ કેસમાં તેમજ ૨૦૧૭માં વંથલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ૦૧ કેસમાં, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના તથા મારામારીના એમ ૦૩ ગુન્હાઓ તેમજ ૨૦૧૪ની સાલમાં અટકાયતી પગલાઓ મળી, અડધો ડઝન ઉપરાંત કેસમાં/ગુન્હાઓમાં પકડાયેલ આંતરજિલ્લા આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ આરોપી યશરાજ ઉર્ફે કાનો તોતળો રશ્મિકાંત ઠાકોર પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી આંતર જિલ્લા આરોપી નીકળ્યો હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી દ્વારા કરવામાં આવેલ જામીન અરજીમાં ગુન્હાહિત ઇતિહાસ બતાવી, જામીન નહીં મળવા માટે સરકારી વકીલ એન.કે. પુરોહિત દ્વારા નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. આમ, ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, ઈ ગુજકોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!