સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉજળા સંજાેગ જાેવા મળી રહ્યા છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાનાં માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જીલ્લાનો પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે અને અનેક લોકોએ કોંગ્રેસને પુરતું સર્મથન આપવામાં આવી રહ્યું છે. રાજય સહિત જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકારથી નારાજ મોટાભાગનો વર્ગ અવીરત પ્રવાહમાં જૂનાગઢ જીલ્લા કોંગ્રેસમાં જાેડાય રહ્યો છે. હમણા તાજેતરની ચૂંટણીની ચર્ચાઓની શરૂઆત થતા જ જૂનાગઢ જીલ્લા કોંગ્રસમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાને નેતૃત્વમાં વિશ્વાસ મુકીને વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનો સહિત ૧પ૦ જેટલા મુખ્ય આગેવાનો
તા.પ-૧૦-ર૦ર૦ સુધીમાં કોંગ્રેસ પક્ષમાં જાેડાયેલા છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તૈયારીઓ જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પક્ષે
તા.૧-૯-ર૦ર૦થી આરંભી દીધી છે. દર વખતે એવું બને છે કે જયારે ચૂંટણીઓ જાહેર થાય ત્યાર પછીથી ચૂંટણીઓની કામગીરી શરૂ કરાતી હોય છે પરંતુ આ વખતે લોકોનો ભાજપ વિરોધી જુવાળ અને લોકોનો મીઝાજ જાેયને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંેકીયાએ તાલુકે તાલુકે જાતે હાજર રહીને બબ્બે વખત મીટીંગો અને પ્રવાસો પૂર્ણ કરેલ છે અને આવનારી ચૂંટણીમાં લોકોની નિષ્ઠાની સેવા કરી શકે અને કોંગ્રેસ પક્ષને કાયમ માટે વફાદાર રહે તથા કયારેય મતદારો સાથે દ્રોહ ન કરે તેવા ખાનદાન આગેવાનોને પાંચ સાક્ષીઓની ભલામણથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પસંદ કરવાની પ્રક્રીયા શરૂ કરી દીધેલ છે. વર્તમાન ભાજપની કેન્દ્રની સરકારનાં નોટબંધી, દિવસેને દિવસે વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવો, ખેડૂતોનાં હકનો પાક, વિમો ન આપવો વિગેરે લોકડાઉન જેવા તખલધી નિર્ણયથી આવી કારની મોંઘવારીમાં લોકોને રોજગારી વગર ઘણું મોટું નુકશાન થયેલ છે અને આર્થિક તકલીફો સહન કરવાનો વારો આવ્યો છે. જેનાં કારણે જગતાત ખેડૂતો, ખેત મજુરો, નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો વિગેરે લોકો આ ભાજપ સરકારથી નારાજ છે. વધુમાં જેણે ર૦૧૪માં કહ્યું હતું કે વિદેશમાંથી કાળા નાણાં લાવીને દરેકનાં ખાતામાં ૧પ-૧પ લાખ રૂપિયા નાખીશું તેવા વચનો આપ્યા હતા. ત્યારે તેઓ બે વખત કેન્દ્રમાં ચૂંટાયા પછીએય લોકોનાં ખાતામાં ૧પ લાખ તો ના આવ્યા મહેનત પશીનાની કમાણી જે ધોળી હતી તે પણ ગય આજે ગરીબ અને મધ્યમ વર્ગને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બનેલ છે. આવી આર્થિક કપરી સ્થિતિનો જનતા સામનો કરી રહી છે તેનો સરકારને જડબા તોડ જવાબ આપવા જનતા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની રાહ જાેઈને બેઠી છે. આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે તેવું જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સીડાએ જણાવેલ છે.