કોરોનાની મહામારીમાં સંનિષ્ઠ ફરજ અદા કરનાર દ્વારકા પોલીસ સ્ટાફને પ્રમાણપત્ર એનાયત કરાયા

0

કોરોનાની મહમારીએ ભારત સહિત સરગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલ છે. ત્યારે આ મહામારીને નાથવા સમગ્ર ભારતનું વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે તેમાં સરકારનાં વિવિધ વિભાગનાં કર્મચારીઓનો મોટો ફાળો રહ્યો છે.
કોરોનાની મહામારીનાં કપરા સમયમાં ફરજ અદા કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ એસોસિએશન ગુજરાત રાજયની શાખા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ એસોસિએશનનાં ગુજરાત રાજયનાં ઉપપ્રમુખ મનસુખભાઈ ખાંભલા, એકઝીકયુટીવ મેમ્બર શીતલભાઈ વિઠલાણી, રાજેશ દવે દ્વારા દ્વારકા પોલીસ સ્ટાફનાં આશરે ૮પ જેટલા જવાનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે દ્વારકા પીઆઈ પી.બી. ગઢવી, પીેએસઆઈ જી.જે. ઝાલા સહિતનાં સ્ટાફે હયુમન રાઈટસ સંસ્થાનો આભાર વ્યકત કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!