જૂનાગઢનાં વધુ એક શખ્સ પાસા હેઠળ લાજપોર જેલ સુરત ખાતે ધકેલાયો

જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને લાજપોરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની સુચનાને પગલે જૂનાગઢ ક્રાઈમ બ્રાચ દ્વારા સંજય ડોસા કોડીયાતર (ઉ.વ.૩૮) રહે.સંજયનગર ગ્રોફેડમીલ વાળા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા કલેકટર સમક્ષ મોકલવામાં આવતાં તેઓ દ્વારા પાસાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. દરમ્યાન એસઓજીનાં પીઆઈ એચ.આર.ભાટી, આર.કે.ગોહીલ, ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ ડી.જી.બડવા તથા એસઓજીના પીએસઆઈ જે.એમ.વાળા વગેરેએ ચોકકસ બાતમીના આધારે અલગ- અલગ ટીમો બનાવી અને સંયુકત કોમ્બીંગ કરી પ્લાસવા ગામે આવેલ વાડીએથી આ શખ્સને ઝડપી લઈ તેનો કોવીડ-૧૯ ટેસ્ટ કરાવી અને લાજપોર સુરત જેલ હવાલે કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!