સૌરાષ્ટ્ર મેલમાં વેરાવળથી દોડતા ૧૦ કોચની લીંક ટ્રેનને જોડવા સાંસદની ઉગ્ર રજુઆત

0

સૌરાષ્ટ્ર મેલ આવતીકાલ તા.૧૬ ઓકટોબરથી શરૂ થનાર હોય જેમાં વેરાવળ-સોમનાથથી મુંબઇને જોડતા ૧૦ કોચ રદ કરી રેલ્વે વિભાગે સોરઠ વિસ્તારના લોકોને અન્યાય કર્યો હોવાથી લોકોમાં રોષ પ્રર્વતેલ છે. જો કે, આ બાબતે સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ રેલમંત્રી અને રેલબોર્ડના ચેરમેનને સોરઠની ૧૦ કોચની લીંક ટ્રેન આગામી તહેવારો પહેલા દોડાવવા ઉગ્ર રજૂઆત સાથે માંગણી કરી છે.
કેન્દ્ર અને રાજય સરકાર એક તરફ પ્રવાસનને વેગ આપવાની વાતો કરી રહી છે અને બીજી તરફ વર્ષો જૂની સુવિધા છીનવી લઇ બેવડું વલણ દાખવતુ હોય તેમ કેન્દ્રના રેલ્વે વિભાગના ટ્રેન દોડાવવાના એક ર્નિણય સામે સોરઠવાસીઓમાં રોષ પ્રવર્તેલ છે. જો કે લોકોના રોષની લાગણી અંગે ગીર સોમનાથ-જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ રેલમંત્રી અને રેલ્વે બોર્ડના ચેરમેનને રજૂઆત કરી છે. જેમાં જણાવેલ કે, તા.૧૬ ઓકટો.થી શરૂ થનાર ઓખા-મુંબઇ સૌરાષ્ટ્ર મેલમાં અગાઉ સૌરાષ્ટ્રને મુંબઇથી જોડવા માટે વેરાવળ (સોમનાથ) ના ૧૦ લીંક કોચને રાજકોટથી સૌરાષ્ટ્ર મેલમાં જોડી દોડાવવામાં આવતી હતી. તેનાથી સોરઠવાસીઓને સીધી નહીં પણ મુંબઇને જોડતી એક લીંક ટ્રેનની સુવિધા પ્રાપ્ત હતી. તાજેતરમાં રેલ્વે વિભાગે ઓખાથી મુંબઇ વચ્ચે સૌરાષ્ટ્રલ મેલને દોડાવવાની કરેલ જાહેરાતમાં આ લીંક ટ્રેનના ૧૦ કોચને સમાવીષ્ટ ન કરી સોરઠવાસીઓની સુવિધા છીનવી હોવાથી સ્થાનીકો રોષની લાગણી અનુભવી રહયા છે. જેથી આ લીંક ટ્રેનને અગાઉની માફક સૌરાષ્ટ્ર મેલમાં જોડવાની સાથે તેનું બુકીગ શરૂ તાત્કાલીક કરવા કરવાની માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોરઠમાં પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ તથા એશીયાટીંક સિંહોનું એકમાત્ર રહેઠાણ સાસણ ગીર સહીતના પ્રવાસના સ્થળો આવેલા હોવાથી અહી આવતા પ્રવાસીઓને આ ટ્રેનની સુવિધા મળતી હોવાથી પ્રવાસન ઉઘોગને સારો એવો ફાયદો થતો હતો. જેને રેલતંત્રના એક ર્નિણયથી નુકશાન થવાની સાથે વર્ષો જૂની સુવિધા છીનવી લઇ બેવડું વલણ દાખવતા લોકોમાં રોષની લાગણી પ્રવર્તેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!