સીએ ઈન્ટર મીડિયેટમાં અમદાવાદનાં ૬ વિદ્યાર્થીઓ ઝળકયાં

0

ધી ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડિયેટની યોજાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામોમાં અમદાવાદના ૬ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠયા છે. જેમાં શ્રેયા ટીબરવાલે ઈન્ટર મીડિયેટમાં નવા કોર્સમાં સમગ્ર દેશમાં પહેલો નંબર મેળવ્યો છે. તેણીએ ૬૮.૬૩ ટકા ગુણ મેળવ્યા છે. જયારે ટોપટેનમાં અમદાવાદના જ ચિરાગ આસવાએ ૭મો ક્રમ મેળવ્યો છે. અમદાવાદના જે ૬ વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડીયેટની પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમાં દેશભરમાં પ્રથમક્રમે અમદાવાદની શ્રેયા ટીબરવાલા, દેશમાં સાતમાં ક્રમે અમદાવાદનો ચિરાગ આસવા, ઉપરાંત અમદાવાદના અન્ય ચાર વિદ્યાર્થીઓમાં ર૧માં ક્રમે પાર્થ બંસલ, ૩૦માં ક્રમે વૈષ્ણવી પંચાલ, ૩રમાં ક્રમે આસ્થા શાહ અને ૪૧માં ક્રમે વિશ્વા અગ્રવાલનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અઠવાડીયા પહેલા ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સીએ ફાઇનલના પરિણામોમાં સુરતનો મુદિત અગ્રવાલ દેશમાં બીજા ક્રમે આવ્યો હતો. કાપડ વેપારીના એકના એક દીકરાએ સીએની પરીક્ષામાં ડંકો વગાડતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ સાથે મુદિતે બિઝનેસ કરવાની અને સ્મ્છ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સીએ ફાઈનલના પરિણામોમાં અમદાવાદ બ્રાંચનું ઓલ્ડ કોર્સનું ૨૧.૮૫ ટકા અને ન્યૂ કોર્સનું ૩૧.૭૬ ટકા પરિણામ આવ્યું હતું. જે નવેમ્બર-૨૦૧૯ની તુલનાએ ૧૬.૨૧ ટકાનો અને ન્યૂ કોર્સ પરીક્ષાના પરિણામમાં ૪.૫૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાેકે, સીએ ન્યૂ કોર્સ નવેમ્બર-૨૦ના પરિણામની તુલનાએ નવેમ્બર, ૨૦૧૯ની પરિણામમાં કુલ રેન્કર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર-૨૦ની પરીક્ષાના પરિણામમાં ઓલ ઈન્ડિયા લેવલ ઉપર ટોપ ૫૦માં ત્રણ વિદ્યાર્થી ઝળક્યા હતા, તો નવેમ્બર ૧૯માં ટોપ ૫૦માં ૧૧ વિદ્યાર્થી ઝળક્યા હતા. આમ નવા-જૂના કોર્સના મળીને અમદાવાદ બ્રાંચના ૫૩૯૨ વિદ્યાર્થી સીએ તરીકે ક્વોલિફાય થયા હતા. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના મનોબળ ઉપર વિપરિત અસર, ઓનલાઈન શિક્ષણ કાર્યને કારણે પરિણામમાં ઘટાડો થયો હોવાનું સૂત્રોનું કહેવું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!