જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદરડા બેઠક ઉપર બીજીવાર ચૂંટણી લડતાં કોંગ્રેસનાં ભારતીબેન કુંભાણી

0

જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદરડા સામાન્ય બેઠક ઉપર જૂનાગઢ પંથકના જાણીતા એડવોકેટ ધીરજલાલ કુંભાણીના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો છે. સામાન્ય બેઠક ઉપર કોંગ્રેસ મહિલાને ટીકીટ આપી હોય તેવું એક માત્ર મેંદરડા બેઠકમાં છે. શ્રીમતી ભારતીબેન કુંભાણી ૨૦૧૫માં આજ બેઠક ઉપરથી ચૂંટાઇને પંચાયતમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. આ વખતે બેઠક મહિલા અનામતમાંથી સામાન્ય થઇ જતા પાર્ટીએ તેમના કાર્યની કદરરૂપે ફરી આજ બેઠક ઉપર ટીકીટ આપી છે.
કુંભાણી દંપત્તિ વર્ષાથી જાહેરજીવનમાં નિષ્કલંક કાર્યરત છે. ધીરજલાલ કુંભાણી અગાઉ જૂનાગઢ જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે અને હાલ મેંદરડા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. ૫ાંચ વર્ષની સક્રીયતા અને કોંગ્રેસ તરફની લોકલાગણીના કારણે પ્રચારમાં તેમને વ્યાપક આવકાર મળી રહ્યા છે ત્યારે તેમણે વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!