આવતીકાલ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે ઇન્ડીયા-ઇંગ્લેન્ડની મેચ રમાવવા જઈ રહી છે. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જયારે મેચ દરમ્યાન લોકો પોતાના મનપસંદ ક્રિકેટરના નામના મોટા બેનરો, ટેટુ અને ટી શર્ટ પહેરી મનોરંજન કરતા હોય છે. ત્યારે આજે મોટેરા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ટી શર્ટ અને ટોપીનું પુર જાેશમાં વેંચાણ થઈ રહ્યું છે અને લોકો પોતાના ખેલાડીઓના નામ વાળી ટી શર્ટ ખરીદતા જાેવા મળ્યા છે. જેમાં સૌથી વધારે વિરાટ લખેલી ટી શર્ટ વેંચાઈ રહી છે. હાલ મેચની ટિકિટ લેવા માટે લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. જાે કે, આજે ક્રિકેટરોની પ્રિન્ટ વાળી ટી શર્ટ અને ટોપી ખરીદવા માટે પણ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ૫૦ જેટલા ફેરિયાઓ સ્ટેડિયમ બહાર વેંચાણ કરવા અર્થે પહોંચી ગયા હતા. લોકોએ સૌથી વધારે વિરાટ કોહલીની ટી શર્ટ ખરીદી હતી. આ ટી-શર્ટ અંદાજે ૨૦૦ રૂપિયા સુધીમાં વેંચાઇ હતી. તેની સાથે ૧૦૦ રૂપિયાના કિંમતની ટોપીનું પણ મોટી સંખ્યામાં વેંચાણ થવા પામ્યું હતું. આ તમામ ફેરિયાઓ કોલકાતા, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી આવ્યા હતા. આ અંગે ફેરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અનેક વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વખતની ટેસ્ટ દરમ્યાન તેમણે વિરાટના નામ વાળી અને સફેદ કલરની ટી શર્ટ વધુ વેંચી છે. તેની સાથો સાથ રોહિતની પણ ટી શર્ટો ઘણા સારા પ્રમાણમાં વેંચાઇ હતી. લોકોએ ટી-શર્ટની સાથે ગોળ ટોપીઓ વધારે પ્રમાણમાં ખરીદી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટેસ્ટ સિરીઝમાં અંદાજે તેઓ ૧૦ હજાર જેટલી ટી શર્ટો અને ૨૦૦૦ જેટલી ટોપી વેંચશે. અત્યારે ૫૦થી વધુ ફેરિયાઓ સ્ટેડિયમની બહાર વેંચાણ કરી રહ્યા છે જે મેચ પૂરી થશે ત્યાં સુધી અહીંયા રોકાઈને પોતાનો સામાન વેંચશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews