છાછરની ઘટના હિન્દુ સમાજને આઘાત પહોંચાડનારી : હિન્દુ- સંગઠનો

0

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામે આરએસએસના કાર્યકરો ઉપર હિંસક હુમલાના વિરોધમાં ગીર સોમનાથ હિન્દુ સમાજના આગેવાનો-કાર્યકરોએ જય શ્રી રામના નારા બોલાવતા બોલાવતા રોષભેર ગીર સોમનાથ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ્‌ હતું. છાછરની ઘટનાને લઇ હિન્દુ સમાજમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદભવતી હોય તેને ઠારવા આરોપીઓને સત્વરે પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ હિન્દુ સમાજના જીતુભાઈ કુહાડા, દેવાભાઇ ધારેચા, કાનભાઇ બામણીયા, ચંદ્રપ્રકાશભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ભટ્ટ, હરદાસભાઇ સોલંકી સહિત આરએસએસ, વીએચપીના કાર્યકરોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાબાના છાછર ગામે તા.૧૯ અને ૨૦ ના રોજ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ રામ મંદિર નિર્માણ માટે નિધિ ફંડ એકત્ર કરવાના અભિયાન માટે ગયેલ ત્યારે કાર્યકરો ઉપર રાત્રીના સમયે ચોકકસ કોમના લોકોએ જીવલેણ હુમલો કરેલ હતો. જેમાં આરએસએસના જીજ્ઞેશ પરમાર સહિતના કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પ્રકારના બનાવો છાછર ગામમાં અવાર નવાર બને છે. હાલની હિંચકારા હુમલાની ઘટના સમગ્ર હિન્દુ સમાજને આઘાત પહોંચાડનારી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન ઘટે તે માટે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી કસૂરવારોને કડક સજા અપાવે તે જરૂરી છે. છાછર ગામમાં સત્વરે કાયમી માટે એક પોલીસ ચોકી ઉભી કરવા માંગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!