જૂનાગઢ જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર

0

જૂનાગઢ જીલ્લા જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર પ્રસરી છે. અમદાવાદ જેલર ગ્રુપ-ર ઝડપતી સ્કવોડ જેલર કચેરીનાં દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતની ટીમે જૂનાગઢ જીલ્લા જેલમાં તપાસ હાથ ધરતા જેલનાં પ્રતિબંધિત વિસ્તારમાંથી સેમસંગ કંપનીનો કાળા કલરનો બેટરી સાથેનો સીમ કાર્ડ વગરનો મોબાઈલ મળી આવતા તેઓએ અજાણ્યા જેલ કેદી વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ આર.પી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.
ડુંગરપુરમાંથી સગીરાને બદકામ કરવાનાં ઈરાદે અજાણ્યો શખ્સ ભગાડી ગયો
જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે રહેતા પરીવારની સગીરવયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ ભોળવી મોહજાળમાં ફસાવી બદકામ તથા લગ્ન કરવાનાં ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતાં આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાતા પીએસઆઈ પી.વી. ધોકડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.
વડાલ રોડ ઉપર કાર હડફેટે યુવાનને ઈજા
જૂનાગઢ પંથકનાં વડાલ ગામે રહેતા કૌશલભાઈ મનસુખભાઈ પદમાણીએ ઈનોવા ગાડી નં. જીજે-૧૭-સી-૯૪૩૩નાં ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, વડાલ રોડ વાસુદેવ પેટ્રોલ પંપ સામે ફરીયાદીનાં ભાઈ દિવ્યેશભાઈની એકટીવા સ્કુટર નં. જીજે-૧૧-બીએમ-૭૦૦૪ને પાછળથી ઠોકર મારી દિવ્યેશભાઈને ઈજા પહોંચાડી નાસી ગયો હતો. તાલુકા પોલીસે ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે.
જૂનાગઢ : ઝેરી દવા પી લેતા મહિલાનું મોત
જૂનાગઢમાં ટીંબાવાડી મેઈન રોડ શેરી નં.૩માં રહેતા પ્રવિણાબેન રમેશભાઈ ભલાણી (ઉ.વ.૪૮)એ પોતાના ઘરે પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં સી ડીવીઝન પોલીસે મોતનો ગુનો નોંધ્યો હતો. જયારે કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ લાલાજીભાઈ ચુડાસમા (ઉ.વ.૬૩)ને છેલ્લા ૮ વર્ષથી માનસીક અને મગજની બિમારી હોય આ બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે પોતા સાફ કરવાનું લિકવીડ પી જતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજયું હતું.
કાણેક ગામેથી દારૂ સાથે ઝડપાયો
ચોરવાડ પોલીસે કાણેક ગામે કનકાઈ મંદિરની પાસે વોચ ગોઠવી સરમણભાઈ જગાભાઈ ગરચરનાં કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧ર તેમજ મોબાઈલ સહિત કુલ રૂા. પ,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન જૂનાગઢનો દેવા રાજા રાડા ઉર્ફે રાણો રબારી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

error: Content is protected !!