મોગલ મહેર ફિલ્મનાં બેનર તળે બનેલી અર્બન ગુજરાતી ફિલ્મ ‘જે થશે, જાેયું જશે’નાં નિર્માતા કુલદીપ દવે છે. સહ નિર્માતા પલ્લવી કે. દવે, નટુભાઈ વાળા, દિવ્યકાંત બોરસદીયા, ડીરેકટર રાજા(મીઠાપુર) છે. જયારે કલાકારોમાં કિર્તીદાન ગઢવી, કુલદીપ દવે, નિકીતા પટેલ, સમર્થ શર્મા, નિરવ કલાલ અને જીગ્નેશ મોદી છે. આજની યુવા પેઢીમાં હતાશાને કારણે આત્મ હત્યાનાં અને વ્યસનનાં બનાવો વધતા જાય છે ત્યારે યુવા પેઢીને જાગૃત કરી જીવન જીવવાની પ્રેરણા આપતી ફિલ્મ કિર્તીદાન ગઢવીનાં વિશેષ સહકારથી બનાવવામાં આવી છે. ફિલ્મની આવકનો અડધો હિસ્સો શહીદ પરિવારોને જરૂરિયાતમંદ દિકરીઓને અર્પણ કરાશે.
‘જે થશે, જાેયું જશે’નું સંગીત રાહુલ મુજારીયા અને કિશોર ભટ્ટનું છે. ગીતો મીલીન્દ ગઢવી અને કુલદીપ દવે એ લખ્યા છે તો સ્વર કિર્તીદાન ગઢવી અને ચૈતાલી છાયાનો મળ્યો છે. કેમેરામેન પ્રકાશ ચાવડા એ. ડાકોર, રાજકોટ, દુધાળા, ગલતેશ્વર અને વડોદરા જેવા નયન રમ્ય લોકેશનમાં ફિલ્મને કચકડે કંડારી છે. ફિલ્મનું ટાઈટલ ‘જે થશે, જાેયું જશે’ યુવાનોને બિન્દાસ જીવન જીવવાની પ્રેરણા આપી રહેલ
છે.