ગિરનારની લીલી પરિક્રમાનો અંતિમ પડાવ ઃ ૧ર લાખ ઉપરાંત ભાવિકોએ પરિક્રમાનું ભાથું બાંધ્યું

0

દેવ દિવાળીનાં દિવસથી શરૂ થયેલી ગિરનાર પરિક્રમામાં આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો : પરિક્રમા પૂર્ણ કરનાર ભાવિકો વતન તરફ રવાના

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનો મેળો શાંતીપૂર્ણ રીતે સંપન્ન થવા ઉપર આગળ ધપી રહેલ છે. આ પરિક્રમા અંતિમ પડાવ તરફ પહોંચી ગઈ છે. લાખોની સંખ્યામાં માનવ મેરામણ આ વર્ષે ઉમટી પડેલ છે. મળતી વિગત અનુસાર ૧ર લાખ કરતા પણ વધારે ભાવિકોએ પરિક્રમા સંપન્ન કરી છે અને હજુ પ૦ હજારથી પણ વધારે ભાવિકો પરિક્રમાનાં રૂટ ઉપર તેમજ ધાર્મિક સ્થળોએ જાેવા મળી રહ્યા છે. સત્તાવાર રીતે પરિક્રમા શરૂ થાય તે પહેલા જ આ વર્ષે એક દિવસ વહેલી પરિક્રમા શરૂ થઈ હતી. દેવ દિવાળીનાં દિવસથી શરૂ થયેલી પરિક્રમા હવે અંતિમ પડાવ તરફ પ્રવેશી ગઈ છે અને પરિક્રમા પૂર્ણ કરનારા ભાવિકો પરિક્રમાનું પુનિત ભાથું બાંધી અને પોતાનાં વતન તરફ રવાના થઈ રહ્યા છે. ખાનગી વાહનો, બસો, ટ્રેનોમાં પરિક્રમાનો સતત ટ્રાફિક જાેવા મળી રહ્યો છે. શહેરનાં માર્ગો ઉપર પણ છેલ્લા બે દિવસથી પરિક્રમાર્થીઓનો પ્રવાહ જાેવા મળતો હતો. જૂનાગઢના ગિરનારના ૩૬ કિમી જંગલમાં યોજાતી લીલી પરિક્રમા તેના અંતિમ ચરણમાં પહોંચી છે. હાલ ૫૦,૦૦૦થી વધુ ભાવિકો જંગલમાં છે. સાથે હજુ છૂટક, છૂટક ભાવિકો આવી રહ્યા છે. ગરવા ગિરનારના ૩૬ કિમી જંગલમાં કારતક સુદ અગિયારસ ૪ નવેમ્બરની મધ્યરાત્રિથી લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. જાેકે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિધીવત પ્રારંભ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પરિણામે તંત્રએ વ્હેલી પરિક્રમા કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે ૩ નવેમ્બરના વ્હેલી સવારના ૫ વાગ્યાથી જ લીલી પરિક્રમાનો જય ગિરનારી ના ગગનભેદી નાદ સાથે પ્રારંભ થયો હતો.
આમ, વ્હેલી પરિક્રમા શરૂ થઇ હોય ૮ નવેમ્બર પહેલા જ લીલી પરિક્રમા તેના અંતિમ ચરણમાં પહોંચી ગઇ છેે. દરમ્યાન આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૨,૪૦,૦૦૦ ભાવિકોએ પરિક્રમા કરવા જંગલમાં પ્રવેશ કર્યો હતો. આમાંથી ૧૧,૯૦,૦૦૦ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. મતલબ, હજુ ૫૦,૦૦૦જેટલા ભાવિકો જંગલમાં છે જે પરિક્રમા કરી રહ્યા છે. દરમ્યાન હજુ પણ એકલ દોકલ ભાવિકો આવી રહ્યા છે. ત્યારે ભાવિકોની સલામતીને ધ્યાને રાખીને છૂટક ભાવિકોને પ્રવેશ નથી અપાતો પરંતુ ૫૦થી વધુ ભાવિકોની સંખ્યા થયા બાદ તેને પરિક્રમા કરવા માટે પ્રવેશ અપાઇ રહ્યો છે. બીજી તરફ જે ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે તે વતન ભણી પરત જવા માટે આવ્યા હોય શહેરમાં ભારે ટ્રાફિક જાેવા મળી રહ્યો છે. આવા ભાવિકોની ભીડ બસ સ્ટેશનમાં જાેવા મળી રહી છે. હાલ એસટીની તમામ બસોમાં ચિક્કાર ગિરદી જાેવા મળી રહી છે. સાથે ખાનગી વાહન ચાલકોને પણ તડાકો પડી ગયો છે. ખાનગી વાહનોમાં પણ ભારે ગિરદી જાેવા મળી રહી છે. (તસ્વીર ઃ રવિન્દ્ર કંસારા)

error: Content is protected !!