વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આના અનુસંધાને ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર મીડિયા ફેસિલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના દ્વારા કરવામાં આવ્યું હતું. ફેસીલીટી સેન્ટરનો પ્રારંભ કરતા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પંડ્યાએ જણાવ્યું કે, વિધાનસભાની ચુંટણી દરમ્યાન પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતી એક જ સ્થળ ઉપરથી મળી રહે તે માટે આ મીડિયા ફેસીલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ પ્રારંભ પ્રસંગે અહીંના અધિક નિવાસી કલેકટર ભૂપેશ જાેટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર સાથે પત્રકારો પણ જાેડાયા હતા.