જૂનાગઢ માંગનાથ રોડ ઉપરથી ગુમ થયેલ સોનાનું બ્રેસલેટ શોધી આપતી પોલીસ

0

ઉપલેટાનાં રહીશ આરતીબેન રાહુલભાઈ સાવલીયા તા. ર૭-૧૦-રરનાં રોજ જૂનાગઢ માંગનાથ રોડ ખાતે ખરીદી અર્થે આવેલ હોય દરમ્યાન પોતાનાં હાથમાં પહેરેલ સોનાનો બ્રેસલેટ કિંમત રૂા. ૬૬ હજારનો પડી ગયાની જાણ પોલીસને કરતાં એ ડીવીઝન પોલીસ, નેત્રમ શાખાએ સીસી ટીવી કેમેરા દ્વારા તપાસ હાથ ધરતાં બ્રેસલેટ નંબર પ્લેટ વગરની એકટીવા મોટર સાયકલ લઈને જતા રમણીકભાઈ અંબાભાઈ ઘોડાસરા (રહે. સુરત)ને શોધી કાઢી ફોન કરી રૂબરૂ બોલાવી બ્રેસલેટ મેળવી અરજદારને બ્રેસલેટ પરત અપાવતા એ ડીવીઝન પોલીસ સ્ટાફે સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયીત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને સાર્થક કરેલ હતું.
આ કામગીરીમાં એએસઆઈ એમ.ડી. માડમ, એસ.ઓ. સાંધ, કલ્પેશભાઈ ગેલાભાઈ, ખીમાણંદભાઈ કાનાભાઈ, વિક્રમભાઈ નારણભાઈ, રામભાઈ રૂડાભાઈ, વિક્રમભાઈ મનસુખભાઈ, ધર્મેશભાઈ સુરસિંહભાઈ વગેરે જાેડાયેલ હતો.

error: Content is protected !!