ગૌસેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા ચકલી દિવસ નિમિતે વિના મુલ્યે ચકલીનાં માળા અને ચવની ડીશનું વિતરણ કરાયું

0

ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણાનાં પટેલ ચોક ખાતે વિના મુલ્યે ચકલીનાં માળા અને ચણની ડીશ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦૦થી વધુ ચકલીનાં માળા આપવામાં આવ્યા હતા. જામકંડોરણાની જીવદયા પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાનાં પ્રમૂખ અને ટીમ દ્વારા સતત ૭ વર્ષથી ચકલી દિવસ નિમિતે વિના મૂલ્યે ચકલીનાં માળા અને ચણની ડીશ વિતરણ કરવામાં આવે છે. જામકંડોરણા તાલુકા પંચાયતનાં સદસ્ય વિજયભાઈ ગઢવી દ્વારા માળાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી દામજીભાઈ કોયાણી, રાજપુત સમાજ અગ્રણી નાગદેવસિંહ જાડેજા, પદુભા જાડેજા સાતોદડ(તાલુકદાર), વરિષ્ઠ પત્રકાર મનસુખભાઈ બાલધા, પત્રકાર નરેનભાઈ પ્રિયદર્શી, બાબભા વાળા, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય મનોજભાઈ બાલધા, રાજપુત સમાજ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી સુરેન્દ્રસિંહ વાળા, કોંગ્રેસ પ્રમુખ દિલુભા જાડેજા, ચરેલ સરપંચ અશોકસિંહ જાડેજા, મેઘાવડ સરપંચ ભગીરથસિંહ જાડેજા, જામથોરાળા સરપંચ ભરતસિંહ જાડેજા, વિષ્ણુભાઈ જાેશી, બજરંગ દળનાં કિશન ગજજર, એડવોકેટ ધર્મેન્દ્રભાઈ વેકરીયા, એડવોકેટ તેજુભા જાડેજા વાવડી, પ્રશાંતભાઈ મેહતા, હિન્દુ ધર્મ સેના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, પાટીદાર અગ્રણી સુભાષભાઈ પટેલ, રાજપુત યુવા સમાજ પ્રમુખ રામદેવસિંહ જાડેજા, કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ભાજપ યુવા મંત્રી વિજયસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા, યુવા સહમંત્રી સંદીપસિંહ જાડેજા થોરડી, હસુભા જાડેજા પીપરડી, કનકસિંહ જાડેજા પીપરડી,અમરસિંહ જાડેજા વાવડી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, મંત્રી દિપકભાઈ ગજેરા, સહ મંત્રી વનરાજસિંહ ચોહાણ, ટ્રસ્ટી વિજયભાઈ રાણપરિયા, અરવિંદભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા અને કાર્યકરોએ ભારે જેહમત ઊઠાવી હતી.

error: Content is protected !!