ખંભાળિયા અને ભાણવડ પંથકમાં કમોસમી માવઠાથી ધરતીપુત્રો હાલાકીમાં

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠાથી ખેતરોમાં વ્યાપક નુકસાની થવા પામી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો વડત્રા, ખોખરી વિગેરે ગામોમાં ગઈકાલે સોમવારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેના પગલે નદીઓમાં પાણી ચાલી નીકળ્યા હતા. ભાણવડ પંથકમાં પણ સોમવારે વરસાદી માવઠું વરસ્યું હતું. પવન સાથે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ વરસાદના કારણે ખેડૂતોને ખેતરોમાં વ્યાપક નુકસાની પણ થવા પામી છે. આજે સવારથી ગુલાબી ઠંડી સાથે ઉઘાડ વચ્ચે આકાશ સ્વચ્છ બની રહ્યું હતું.

error: Content is protected !!