ખંભાળિયા નજીક માર્ગ અકસ્માત નિવારવા તંત્ર દ્વારા કામગીરી

0

ખંભાળિયામાં રોડ સેફ્ટી અંતર્ગત જિલ્લા પોલીસ, આરટીઓ તથા નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયા – જામનગર રોડ ઉપરના જાખર ગામથી કુરંગા નેશનલ હાઈવે ઉપર થતા અકસ્માત નિવારવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના તથા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા તથા એઆરટીઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જી.આર. ઇન્ફ્રા પ્રોજેકટ મેનેજર વિગેરે દ્વારા નેશનલ હાઈવે ઉપર ડાયવર્ઝન વાળી જગ્યાએ તથા એકની એક જગ્યાએ વારંવાર અકસ્માત થતા અટકાવવા અંગે તથા અનઅધિકૃત ગેપ ઇન મીડીયન અંગેનો અભ્યાસ કરી, આવા નડતરરૂપ સ્થળો દુર કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવા બ્લેક સ્પોટનું નિરીક્ષણ કરી, માર્ગ ઉપર થતા વાહન અકસ્માત નિવારવા માર્ગ સલામતી સમિતિએ સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું.

error: Content is protected !!