આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓખામાં દામજી જેટી ખાતેથી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ

0

૧.૫૪ કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરી સુલતાન સલીમ થૈમ બન્યા વિજેતા

યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી તેમજ નડિયાદના હરિઓમ આશ્રમ પ્રેરિત ૪૨મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૫૩ જેટલી શઢવાળી હોડીઓ સ્પર્ધામાં જાેડાઇ હતી. આ હોડી સ્પર્ધા ઓખાની દામજી જેટીથી બેટ ટાપુ ફરતે રાઉન્ડ મારી, દામજી જેટી સુધી યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સુલતાન સલીમ થૈમએ ૧.૫૪ કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરી, પ્રથમ ક્રમ મેળવ્યો હતો. મંગા ઉમર ચાવડાએ ૧ કલાક ૫૮ મિનીટ અને ૧૨ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે અયુબ અભુ બંદરીએ ૧ કલાક ૫૯ મિનીટ અને ૧૩ સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. આ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

error: Content is protected !!