કલ્યાણપુરના ખીજદડ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

0

કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન તાલુકાના ખીજદડ ગામે રહેતા સંજયસિંહ જશુભા જાડેજા નામના શખ્સ દ્વારા એક આસામીનું ખેતર ભાગમાં રાખી અને અહીં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ મંગાવીને વેચાણ અર્થે રાખવામાં આવ્યો હોવાથી આ સ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમ્યાન પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૧૨ બોટલ તેમજ વ્હિસ્કીના ૭૬૦ પાઉચ અને વ્હાઈટ લેક વોડકાના ૫૩૧ સીલ બંધ પટ્ટા ઉપરાંત રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ દરોડામાં કુલ રૂપિયા ૯૮,૧૭૦ નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે સંજયસિંહ જાડેજા (ઉ.વ. ૩૯) અને વિરપાલસિંહ મનુભા જાડેજા (ઉ.વ. ૩૦) નામના બે શખ્સોની અટકાયત કરી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!