સરકારની રહેમત અને અલ્લા-તાલાની દુઆથી અમારા ખુદના આશિયાનામાં આવવાનું ખ્વાબ પૂરૂ થયું છે, પરવરદિગાર નરેન્દ્ર મોદીને ખૂબ તરક્કી બક્ષે, એવી અમારી દુઆ છે : કુરેશી પરિવાર

0

પડધરી તાલુકાના ઉકરડા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હબીબશા ઈબ્રાહીમભાઈ કુરેશીના પોતાની માલિકીના નવા આશિયાનામાં દીકરીએ પવિત્ર કુરાને શરીફને શીશ ઉપર ધારણ કરીને તેમજ પત્ની શબનમે પવિત્ર કુરાનના કલમાનું પઠન કરી ગૃહપ્રવેશ કર્યો હતો. તથા સમગ્ર પરિવારે વડાપ્રધાનનો ખોબલે ખોબલે આભાર માનતાં કહયું હતું કે, સરકારની રહેમત અને અલ્લા-તાલાની દુઆથી અમારા ખુદના આશિયાનામાં આવવાનું ખ્વાબ પૂરૂ થયું છે. પરવરદિગાર નરેન્દ્ર મોદીને ખૂબ તરક્કી બક્ષે, એવી અમારી દુઆ છે.’’ વડાપ્રધાન દ્વારા રાજયભરમાં નિર્માણ પામેલા આવાસોના રાજયવ્યાપી લોકાર્પણ નિમિત્તે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે હબીબશા ઈબ્રાહીમભાઈ કુરેશીને આવાસની સોંપણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હબીબશાભાઇએ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા અમારા જેવા સામાન્ય પરિવાર માટે નવું ઘર આશીર્વાદરૂપ સાબિત થશે. રોજિંદા જીવનના ખર્ચને પહોંચી વળવાના સંઘર્ષમાં અશકય લાગતી વાત સરકારની મદદથી શકય બની છે. સરકાર દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા.૧,૨૦,૦૦૦ની સહાયથી પાકુ ઘરનું ઘર બનાવી આપ્યું તે બદલ રાજ્ય સરકારનો શુક્રિયા અદા કરીએ છીએ.

error: Content is protected !!