ભાડવામાં બનનારી આધુનિક આંગણવાડીનું ખાતમુહૂર્ત ઉદ્યોગપતિ અને દાતા મનેષભાઇ માદેકાના હસ્તે થયું

0

ટોયઝ રૂમ, પેન્ટ્રી, હોલ, આરોગ્ય તપાસણી રૂમના ઇન્ટીરીયર ફર્નિચર અને કલરકામ કરાવાશે

કોટડાસાંગાણી તાલુકાના ભાડવા મુકામે નિર્માણ પામનારા આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત ઉદ્યોગપતિ અને દાતા મનેષભાઇ માદેકાના હસ્તે તથા (આઇસીડીએસ)ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું. ભાડવા ગામે બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઇ શકે તે માટે આંગણવાડી કેન્દ્ર કાર્યરત હતું. પણ આ કેન્દ્ર જર્જરિત હોઈ અન્ય જગ્યાએ બાળકોને બેસાડવામાં આવતા, તેથી બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જાેશીના સંનિષ્ઠ પ્રયાસોથી ગ્રામ પંચાયતે આંગણવાડી કેન્દ્ર માટે જમીન ફાળવી છે, જે જમીન ઉપર અદ્યતન પધ્ધતિથી બાંધકામ ઉદ્યોગપતિ દાતા રોલેક્સ રીંગ લિમિટેડના આર્થિક સહયોગથી કરવામાં આવશે. તેમજ દાતા દ્વારા જ બાળકો માટે જરૂરી એવા ટોયસ રૂમ, પેન્ટ્રી, હોલ, આરોગ્ય તપાસણી રૂમના ઇન્ટીરીયર અને કલરકામ કરાવી અપાશે. આ ખાતમુહૂર્ત પ્રસંગમાં સરપંચ રેખાબેન લવજીભાઈ ગજેરા, અગ્રણી ભુપેન્દ્રસિંહ બાપુ, રાઘવેન્દ્રસિંહ બાપુ, પંચાયત સદસ્યો, આગેવાનો, આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ, બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!