માંગરોળ પંથકમાં જુગાર દરોડો : ૬ર૩૦૦ના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

0

માંગરોળ મરીન પોલીસ દ્વારા ગઈકાલે માંગરોળ તાલુકાના ખોડાદા ગામે રાતડાવાડી વિસ્તારમાં રણજીતસિંહ ઉર્ફે મુન્નો ભીખુભા ચુડાસમા પોતાના ખેતરના નાળીયેરીના બગીચામાં બહારથી માણસો બોલાવી અને તીનપતીનો જુગાર રમાડી અને પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા રણજીતસિંહ ઉર્ફે મુન્નો ભીખુભા સહિત બે વ્યકિતઓ નાસી ગયેલ છે જયારે એક મહિલા સહિત બેને પોલીસે કુલ રૂા.૬ર૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ પંથકમાં જુગાર દરોડો
કેશોદ પોલીસે એકલેરા ગામે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને રૂા.૧૧પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!