દ્વારકા નજીકના લાડવા ગામ પાસે ખેતરમાં ગતરાત્રીના વૃધ્ધને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરાઇ

0

ખેતરમાં લોહિલુહાણ વૃધ્ધનો મૃતદેહ ખાટલા ઉપર પરીવારને નજરે પડ્યો : પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરાઇ

દ્વારકાથી અંદાજીત દસ કિમીના અંતરે આવેલ લાડવા ગામ પાસે એક ખેતરમાં ગતરાત્રીના વૃધ્ધની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. દ્વારકા નજીક લાડવા ગામ પાસે ગતરાત્રીના સમયે દ્વારકા ખાતે સોનગરા શેરીમાં રહેતા એક વૃધ્ધ મોહનભાઇ ભીમાભાઇ સોનગરા(ઉ.વ.૬૦) રાત્રીના સમયે પોતાના ખેતરે હોય અને રાત્રીના સમયે અજાણ્યા શખ્સ દ્વારા મોહનભાઇને માથાના ભાગે તિક્ષ્ણ હથીયાર મારી હત્યા કરાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રીના સમયે ખેતરે એકલા જ હતા. ત્યારે બોપર સુધી ખેતરે રહેલ મોહનભાઇનો પરીવાર સાથે કોન્ટેક ન થતા પરીવાર વાડી ખાતે પહોચ્યો હતો અને વૃધ્ધને માથાના ભાગે ઈજા થયેલ અને લોહિ લુહાણ ખાટલા ઉપર નજરે પડતા પોલીસનો સંપર્ક કરતા દ્વારકા ડી.વાય.એસ.પી સાગર રાઠોડ તેમજ પી.આઇ ટી.સી પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો. ઘટના સ્થળે પંચનામું કરી એફએસએલની ટીમની મદદ લેવામાં આવી છે. ડીવાયએસપી દ્વારા પોલીસની જુદી જુદી ટુકડીઓ બનાવી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!