દ્વારકાધીશ મંદિર ખાતે શિશ ઝુકાવતા જાણીતા હિરોઈન કંગના રાણાવત

0

દેશના જાણીતા હિરોઈન કંગના રાણાવતએ ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકાના ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ અને દ્વારકાધીશ સહિતના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા. જાણીતા એક્ટ્રેસ કંગના રાણાવત ગઈકાલે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે આવી પહોંચ્યા હતા. વાય-પ્લસ કેટેગરીની સુરક્ષા ધરાવતા કંગનાએ ગત સાંજે જાણીતી લેમન ટ્રી હોટલ ખાતે મુકામ કરી અને જ્યોતિર્લિંગ નાગેશ્વર, બેટ દ્વારકા ઉપરાંત રૂક્ષ્મણી મંદિર સાથે ગતસાંજે વિશ્વવિખ્યાત યાત્રાધામ જગતમંદિર શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે જઈ અને શીશ નમાવ્યું આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા સ્ટાફ દ્વારા જરૂરી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. નિયમિત રીતે દર્શનાર્થે આવતા અને ભગવાન દ્વારકાધીશમાં અપરંપાર આસ્થા ધરાવતા કંગના રાણાવતએ આજરોજ સવારે સોમનાથ ખાતે પણ પૂજન અર્ચન કર્યું હતું.

error: Content is protected !!