સોમનાથ-પ્રભાસ પાટણમાં આગામી દિવાળીના તહેવારો ઉપર યાત્રિકો-પ્રવાસીઓની ભારે ભીડ, માનવ પ્રવાહ વહેવાની ધારણાને તિર્થ યાત્રિકો-પ્રવાસીઓ ઉપર નભતા વ્યવસાયિક સંસ્થાનો માં પ્રતિક્ષા-આશા સાથે નવો પ્રાણ ફુંકાયો છે.
અતિથી ગૃહો લગભગ-લગભગ લાભ પાંચમ કે વધતે-ઓછે અંશે દેવ-દિવાળી સુધી ફુલ થઈ જવામાં છે અને સંચાલકો પોતાની વેબસાઈટ બુકીંગ ઉપર આશાસ્પદ નજર રાખી રહયા છે.
રેલ્વે સ્ટેશન સોમનાથ રી ડેવલોપમેન્ટ કારણે બંધ હોય રીક્ષા ચાલકોને વેરાવળથી સોમનાથ સુધી રીક્ષા કરવાની થતી હોય જેથી ગેરેન્ટેડ લક્ષ્મી આવવાની છે તે નિશ્ચિત ધારણા છે.
સોમનાથ-વેરાવળથી ઉપડતી ટ્રેનોનું નવેમ્બર માસનું રેલ્વે રીઝર્વેશન ટીકીટ ફુલ છે જે ડીસેમ્બરના પહેલા અઠવાડીયા સુધી ફુલ વેઈટીંગ છે. જેમાં મદ્રાસ જતી નવજીવન એકસપ્રેસ, વેરાવળ-ત્રિવેન્દ્રમ એકસપ્રેસ, વેરાવળ-બોમ્બે ટ્રેન, લીંક હરદ્વાર ટ્રેન, દિલ્હી જતી ટ્રેનોમાં રીઝર્વેશન ફુલ જાેવા મળી રહયો છે. આમ, તહેવારોનો પ્રવાસીઓમાં ઉત્સાહ છલકાય છે.