કેશોદમાં આંગડિયા પેઢીના માલિક પાસેથી રૂપિયા ભરેલાં થેલાની થઈ લુંટ : પોલીસ ફરીયાદ

0

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આંગડિયા પેઢીના માલિક પોતાનાં ઘરે પહોંચ્યા હતા ત્યારે બે મોઢે રૂમાલ બાંધીને બાઈક પર આવેલા બે શખ્સોએ રૂપિયા ભરેલો થેલો ઝુંટવી નાસી જતાં નાસભાગ મચી ગઈ હતી. કેશોદના આંબાવાડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતા અને ગડુ ખાતે વી પટેલ નામની આંગડિયા પેઢી ધરાવતાં પ્રફુલભાઈ ગોટેચા રોજીંદા ગડુ થી એસટી બસ દ્વારા કેશોદ આવી પોતાની પુત્રવધુ બાઈક પર તેડીને ઘરે લાવતાં હોય ત્યારે આજે આંગડિયા પેઢીના માલિક પ્રફુલભાઈ ગોટેચા રેલ્વે સ્ટેશન સુધી પગપાળા ચાલીને આવ્યાં બાદ પુત્રવધૂ સાથે બાઈક પર બેસીને કેશોદ સરકારી દવાખાના પાસે ફર્નિચરની દુકાને થઈને ઘર પાસે પહોંચી રહ્યાં હતાં ત્યારે અચાનક બે અજાણ્યા શખ્સો મોંઢે રૂમાલ બાંધી કાળા કલરની એકટીવા નં.પ૭૪૭ પર આવી રૂા.૧ર,પ૧,૬પ૦ ભરેલો થેલો ઝુંટવી જાગનાથ સોસાયટી તરફ નાસી છૂટયા હતા બુમાબુમ અને રાડારાડ કરતાં બાઈક ચાલકોને પકડી લેવા આસપાસના રહીશો વેપારીઓ દોડ્યા હતા પરંતુ લુટારુઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. કેશોદના આંબાવાડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે વી પટેલ નામની આંગડિયા પેઢી ચલાવતાં પ્રફુલ્લભાઈ ગોટેચા પુત્રવધૂ સાથે ઘર પાસે પહોંચતા તેર લાખ રૂપિયા જેવી રકમ ભરેલો થેલો સાસરા વહુ કાંઈ સમજે એ પહેલાં લુંટી અજાણ્યા શખ્સો નાસી જતાં તાત્કાલિક કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી બી. સી. ઠક્કર પોલીસ ઈન્સપેક્ટર બી. બી. કોળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એચ. વાળા પોલીસ સ્ટાફ સાથે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક કાળા કલરની એકટીવા આવેલ લૂંટારૂને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને લુંટનો ભોગ બનનાર વી પટેલ આંગડિયા પેઢીના પ્રફલ્લભાઈ ગોટેચાએ કાળા કલર જેવી એકટીવા નંબર પ૭૪૭ના ચાલક તથા તેની પાછળ બેસેલ શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!