ઓનલાઈન નાણાંકિય છેતરપિંડીનો વધુ એક કિસ્સો બહાર આવેલ છે. જેમાં તપાસના અંતે સાયબર પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટના ભાવિન શૈલેષભાઈ વિરાણી નામના શખ્સને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલ વિગત અનુસાર, બજાજ ફાયનાન્સના કાર્ડમાંથી કેશ લોન કરી આપી લોનના રૂપીયા ફરીયાદીના ખાતામાં જમા કરી આપશે તેવી લાલચ આપી ફરીયાદી પાસેથી બજાજ ફાયનાન્સ કાર્ડના નંબર તથા ઓટીપી મેળવી લઇ ફરીયાદીના બજાજ ફાયનાન્સના કાર્ડમાંથી અલગ-અલગ મોબાઇલ નંબરો મારફતે લોન કરી ઓનલાઇન વન-પ્લસ/ઓપો/વીવો વગેરે જેવા મોબાઇલ ફોનની ખરીદી કરી લઇ અલગ-અલગ ફરીયાદીઓ સાથે કુલ રૂા.૧,૮૬,૯૯૬ની ઓનલાઇન નાણાંકીય છેતરપીંડી કરનાર આરોપીને પકડી સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જ, જૂનાગઢના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા દ્વારા સાયબરના ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જ, જૂનાગઢના (૧)ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૧૨૨૦૦૨૫/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૪૧૭, ૪૨૦ તથા આઇ.ટી. એક્ટ કલમ-૬૬ (ડી) મુજબ દાખલ તા.૨૨/૦૫/૨૦૨૨ ક.૧૧/૩૦ (૨)ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૧૨૨૦૦૨૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૪૧૭, ૪૨૦ તથા આઇ.ટી. એક્ટ કલમ-૬૬ (ડી) મુજબ દાખલ તા.૨૪/૦૫/૨૦૨૨ ક.૧૭/૪૫ (૩) ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૧૨૨૦૦૨૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૪૧૭, ૪૨૦ તથા આઇ.ટી. એક્ટ કલમ-૬૬ (ડી) મુજબ દાખલ તા.૨૪/૦૫/૨૦૨૨ ક.૨૧/૨૦ (૪) ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૧૨૨૦૦૨૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૪૧૭, ૪૨૦ તથા આઇ.ટી. એક્ટ કલમ-૬૬ (ડી) મુજબ દાખલતા.૨૬/૦૫/૨૦૨૨ ક.૧૧/૩૦ જાહેર થયેલ જે કુલ-૪ ગુન્હાઓ દાખલ થયા હતા. જેથી આ કામે સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ભાવીન શૈલેષભાઇ વિરાણી જાતે.પટેલ(ઉ.વ.૨૭) ધંધો.છુટકવેપાર રહે.લક્ષ્મણ ટાઉનશીપ, બ્લોક નં.જી-૪૦૭, મોટામૌવા મેઇન રોડ, રાજકોટ મો.નં.૭૦૪૮૫૫૫૫૮૮ આરોપીને પકડી ઉપરોકત વિગતે દાખલ થયેલ ગુનાનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર જૂનાગઢ કોર્ટ ખાતે રજુ કરતા કોર્ટ દ્વારા જૂનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.