જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી કાર્યક્રમનું ભવ્ય આયોજન

0

શ્રી રાધારમણ દેવ વહિવટી સમિતિ જૂનાગઢ વતી શાસ્ત્રી મુખ્ય કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી તથા કોઠારી શ્રી પી.પી. સ્વામી દ્વારા દર્શનનો લાભ લેવા હરીભકતોને ભાવભર્યું નિમંત્રણ

જૂનાગઢ શહેરના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢધામ ખાતે આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોના પર્વ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને પૂજન તેમજ અન્નકોટ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢધામ તરફથી ભાવિકો તેમજ હરીભક્તો માટે દર્શનનો લાભ લેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢધામ ખાતે ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે પધરાવાયેલા દેવો શ્રી સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવોની પૂજન વિધી અને ધાર્મિક કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવતા હોય છે. શ્રી રાધારમણ દેવ વહિવટી સમિતિના ચેરમેન દેવનંદન સ્વામી તેમજ શાસ્ત્રી મુખ્ય કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસથી તથા કોઠારી સ્વામીશ્રી પી.પી. સ્વામી અને સંતોના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટીઓ અને હરીભકતોની ભારે જહેમતથી વર્ષ દરમ્યાન જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અહીં આવનારા ભાવિકો માટે પ્રસાદ-ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે વિકાસના કાર્યો પણ પુરજાેશથી ચાલી રહ્યા છે અને જૂનાગઢ ખાતે આવેલું શ્રી સ્વામિનારાયણ જૂનાગઢધામ ભાવિકો માટે અને હરીભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. ધ.ધુ.પૂજય રાકેશપ્રકાશજી મહારાજના વડપણ હેઠળ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ધર્મોત્સવ તેમજ પૂજન, અભિષેક સહિતના કાર્યો તેમજ સેવાકીય કાર્યો પણ કરવામાં આવતા હોય છે. આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આગામી તા.૯-૧૧-ર૦ર૩ ગુરૂવારના રોજ રમા એકાદશી, વાઘ બારશનું પર્વ છે. જયારે તા.૧૦-૧૧-ર૦ર૩ શુક્રવારે ધનતેરસના દિવસે સવારે ૯ થી ૧૦ દરમ્યાન ધનપૂજનનો કાર્યક્રમ યોજાશે. જયારે તા.૧૧-૧૧-ર૦ર૩ શનિવારે સવારે ૧૧ થી ૧ર દરમ્યાન કાળીચૌદશના દિવસે હનુમાનજી મહારાજની પૂજન વિધી થશે. જયારે તા.૧ર-૧૧-ર૦ર૩ રવિવારે સાંજે ૭ થી ૧૦ દરમ્યાન દિપોત્સવ દિપાવલી પર્વ પ્રસંગે પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે આજ દિવસે એટલે કે તા.૧ર-૧૧-ર૦ર૩ રવિવારના સાંજે પઃપપ થી ૭ઃ૩૦ દરમ્યાન ચોપડા પૂજન, લક્ષ્મી તથા શારદા પૂજન થશે. જયારે તા.૧૩-૧૧-ર૦ર૩ સોમવારે સવારે ૧૧ કલાકે ગોવરધન પૂજન થશે અને તા.૧૩-૧૧-ર૦ર૩ સોમવારે બપોરે ૧ર કલાકે અન્નકુટોત્સવ યોજાશે. જયારે તા.૧૪-૧૧-ર૦ર૩ મંગળવાર કારતક સુદ એકમના દિવસે નૂતન વર્ષ ઉજવાશે. જયારે તા.૧પ-૧૧-ર૦ર૩ બુધવારના રોજ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવશે અને તા.૧૮-૧૧-ર૦ર૩ શનિવારના રોજ લાભ પાંચમનું પર્વ મનાવાશે. જયારે તા.ર૭-૧૧-ર૦ર૩ સોમવારના રોજ દેવ દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. આ તમામ કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે શ્રી રાધા રમણ વહિવટી સમિતી જૂનાગઢ વતી શાસ્ત્રી મુખ્ય કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી તથા કોઠારી સ્વામી શ્રી પી.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હરીભકતોને આ કાર્યક્રમમાં લાભ લેવા આયોજકો તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!