સોમનાથ ખાતે યોજાઈ રહેલ ૧૧ મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર સમીપે દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ જાેડાયાં હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. યોગ શિબિરમાં યોગ ઈન્સ્ટ્રક્ટર દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરાયેલ યોગ પ્રોટોકોલ મુજબ યોગ-પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા જે અનુસાર ઉપસ્થિત સૌ અધિકારીઓ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી થયા હતા.