જૂનાગઢમાં બસ સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટક નજીક આગ લાગી

0

જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન નજીકમાં આવેલ રેલવે ફાટક પાસે ઝાળી, ઝાંખરામાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જેના પગલે આરપીએફ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તુરંત આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી કાબુ મેળવતા જાનહાની કે મોટી દુર્ઘટના ટળી હતી. બસ સ્ટેશન નજીક આવેલ ફાટક પાસે અચાનક આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. તે જ સમયે ટ્રેનને નિકળવાનો સમય હોવાને લીધે યાત્રીકો તેમજ રેલવેના કર્મીઓની અવર-જવર ઉપર રહેતી હોય છે. જેના પગલે ફાટક ઉપર રહેલા લોકોમાં અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જે ઘટનાના પગલે પોલીસ, આરપીએફ અને ફાયર વિભાગનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રેલવે ફાટક નજીક ઝાડી, ઝાંખરા સાથે સુકેલા વૃક્ષ રહેલા હોવાને લીધે જાેત જાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આગ ભભુકતા સુકેલા વૃક્ષો બળીને ખાક થયા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

error: Content is protected !!