
જૂનાગઢના ઈન્દીરાનગર ઘંટી વાળી શેરીમાં રહેતા બિપીનભાઈ મગનભાઈ જલવલીયા(ઉ.વ.૩૬) પ્લાસ્ટરનું કામ કરવા મજુરીએ ગયેલ હોય ત્યાં ત્રીજા માળેથી નીચે પડી જતા તેઓને સારવાર માટે સિવીલ હોસ્પિટલ લાવવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.