જૂનાગઢમાંથી કુટણખાનું ઝડપાયું : સંચાલિકા સહિત પાંચ ગ્રાહકોની અટક

0

જૂનાગઢ શહેરમાંથી ધમધમતા એક કુટણખાનાને પોલીસે રેડ કરી ઝડપું લીધું છે અને આ કુટણખાનાની સંચાલિકા સહિત પાંચ ગ્રાહકની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દિવસ રાત ધમધમતું કુટણખાનું એસઓજીએ પકડી પાડી સંચાલિકા મહિલા અને ૫ ગ્રાહકની અટક કરી રોકડ, મોબાઈલ ફોન સહિત રૂપિયા ૪૯,૭૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. શહેરના જગમાલ ચોકમાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૩માં રહેતા મનીષાબેન નીરજભાઈ વિઠલાણી(ઉ.વ.૪૬) નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં દિવસ, રાત વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતા હોવાની અને હાલ કુટણખાનુ ચાલુ હોવાની બાતમી મળતા ડીઆઈજી નિલેશ જાજડીયા અને એસપી હર્ષદ મહેતાની સૂચનાથી શનિવારની રાત્રે એ ડિવિઝનના પીઆઈ વી. જે. સાવજના માર્ગદર્શનમાં એસઓજીના મહિલા પીએસઆઇ એસ. એ. સોલંકીએ ડમી ગ્રાહક મોકલીને સ્ટાફ સાથે રેઇડ કરી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન કુટણખાનું સંચાલિકા મનીષા વિઠલાણીને ઝડપી લેવામાં આવી હતી તેમજ ગ્રાહકો ઉપલેટાનો ધવલ વિક્રમભાઈ ચંદ્રવાડીયા, જીબરીશ અતુલભાઇ બારૈયા, મયુર અનિલભાઈ બારૈયા, રાજેશ મેરામણભાઇ બારૈયા અને જૂનાગઢની કંકેશ્વરી સોસાયટીમાં રહેતો ગૌરવ સન્મુખભાઈ વિઘાણીની પણ અટક કરવામાં આવી હતી. સ્થળ ઉપરથી રૂપિયા ૩૭૦૦ની રોકડ, પાંચ ગ્રાહકો પાસેથી પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૯,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સુરતની એક રૂપલલના પણ મળી આવી હતી જાેકે તેનું નિવેદન નોંધીને કાર્યવાહી કરાઈ હતી. મહિલાની દેહવિક્રયની પ્રવૃત્તિથી આવારા તત્વોની અવર-જવર વધતા એપાર્ટમેન્ટના રહીશો સહિતના લોકો ત્રાસી ગયા હતા. જેથી લોક ફરિયાદના પગલે પોલીસે કાર્યવાહી કરી ત્રાસમાંથી મુક્ત કરાવતા સ્થાનિકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!