મહાશિવરાત્રીના મેળામાં ‘અભેદ સુરક્ષા’ સાથે પોલીસનો ચુસ્તબંદબસ્ત

0

૭ ડીવાયએસપી, ર૩ પીઆઈ, ૧૧૭ પીએસઆઈ, ૧૦૮૪ પોલીસ, ૧૩૬ ટ્રાફીક પોલીસ, પર૯ હોમગાર્ડ, પ૯૬ જીઆરડી, ૧૮૦ એસઆરપી, ૩૦ સી ટીમ, ૬૪ એલસીબી, એસઓજી સર્વેલન્સ મળી કુલ ર૭૯૯ અધિકારી-કર્મચારી તૈનાત

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનાર શિવરાત્રી મેળાને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલથી શરૂ થયેલો શિવરાત્રીનો મહામેળો ચાર દિવસ માટે યોજાશે અને મેળામાં સંતો-મહંતો, ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડનાર છે. લોકો શાંતિપુર્ણ રીતે શિવરાત્રીનો મેળો માણી શકે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ નહી અને શાંતિમય રીતે શિવરાત્રીનો મેળો ઉત્સાહભેર અને ભાવભેર ઉજવાય તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન અને સુચના હેઠળ શિવરાત્રી મેળાને અનુલક્ષીને અભેદ સુરક્ષા વ્યવસ્થા સાથે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. કુલ પાંચ ઝોનમાં મેળા બંદોબસ્ત રાખવામાં આવેલ છે. જેમાં ૭ ડીવાયએસી, ર૩ પીઆઈ, ૧૧૭ પીએસઆઈ, ૧૦૮૪ પોલીસ, ૧૩૬ ટ્રાફીક પોલીસ, પર૯ હોમગાર્ડ, પ૯૬ જીઆરડી, ૧૮૦ એસઆરપી, ૩૦ સી ટીમ, ૬૪ એલસીબી, એસઓજી સર્વેલન્સ મળી કુલ ર૭૯૯ અધિકારી-કર્મચારી તૈનાત કરવામાં આવેલ છે. ભવનાથ તળેટી ખાતે આવતીકાલ તા.૫ માર્ચથી ૮ માર્ચ દરમ્યાન શિવરાત્રીનો મેળો યોજાઇ રહ્યો છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા તકેદારીના અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. શિવરાત્રી મેળા ઉપરાંત ૮ માર્ચના રોજ મેળાનું મુખ્ય આકર્ષણ રવેડી દરમ્યાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ લોકો ભયમુક્ત થઈ મેળાનો ભરપૂર આનંદ માણી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળાનો બંદોબસ્ત દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સીટી સહિત ૫ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. તમામ ઝોનમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીનું સુપરવિઝન રહેશે. તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ તેમજ એસઆરપીના જવાનો વોકીટોકી, વાયરલેસ સાથે તૈનાત રહેશે. મેળાને લઈને કુલ ૨૨ સ્ટેજ, ૪ રાવટી, ૭ વોચ ટાવર વગેરે રાખવામાં આવેલ છે. અસામાજિક તત્વો પર ૧૦ સર્વેલન્સ ટીમ, છેડતી સહિતના બનાવોને અટકાવવા માટે ૧૦ શી ટીમ દરેક હિલચાલ પર વોચ રાખશે. આ ઉપરાંત ૩ ક્યુઆરટી ટીમ, ૩ બીડીએસ ટીમ દ્વારા દરેક સ્થળનું એન્ટીસબોટેજ ચેકિંગ સ્નિફર ડોગ સાથે રાખીને કરશે. ટ્રાફિકને અડચણ અને નો ટ્રાફિક ઝોનમાં પાર્ક કરેલ વાહનોને ટોઇંગ કરવા માટે ૬ ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવશે. ભવનાથ ખાતેના પોલીસ કંટ્રોલરૂમ મારફતે ૧૯ લોકેશન ઉપર ૭૯ સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે. આ મહાશિવરાત્રી મેળા બંદોબસ્તમાં ૭ ડીવાયએસપી, ૨૩ પીઆઈ, ૧૧૭ પીએસઆઇ, ૧૦૮૪ પોલીસ, ૧૩૬ ટ્રાફિક, ૫૨૯ હોમગાર્ડ, ૫૯૬ જીઆરડી સહિત કુલ ૨,૭૯૯ પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે. મેળા બંદોબસ્તમાં એન્ટી રાયોટના સાધનો પ્રહરી વાહન તથા ઓ અસામાજિક તત્વો દ્વારા બેગમાં કે અન્ય રીતે શાંતિ જાેખમાય તેવા સ્ફોટક પદાર્થ કે કોઈ ગુનાહિત ચીજ વસ્તુ મેળામાં લઈ ન જાય તે માટે બેગેજ સ્કેનરનો પણ ઉપયોગ કરવામાં આવશે.

error: Content is protected !!