લોહાણા સમાજનું ગૌરવ

0

તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ ના પરિણામમાં જૂનાગઢની એનપી ભાલોડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી તન્ના સૃષ્ટિ મહેશભાઈએ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૫૩ પી.આર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવારનું અને લોહાણા સમાજનું નામ રોશન કર્યું છે. સૃષ્ટિને મળેલી સફળતા બદલ શાળાના પ્રિન્સિપાલ, આચાર્ય, સ્નેહીજનો સહિતના શુભેચ્છકો દ્વારા શુભેચ્છા આપવામાં આવી રહી છે. સૃષ્ટિએ તેને મળેલી સફળતા શાળાના શિક્ષકો અને વાલીઓને આપી છે તથા ટાઈમ મેનેજમેન્ટ સાથે વાંચન અને રિવિઝન અને ચિંતા કર્યા વગર અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને ટીપ્સ આપી હતી.

error: Content is protected !!