જૂનાગઢવાસીઓ માટે આગામી ગુરૂ, શુક્ર, શનિ ત્રણ દિવસ ‘આકરા’

0

મહિનાના અંત સુધી ઉંચા તાપમાનનો સામનો કરવો પડશે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીનું મોજુ ફરી વળતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઈકાલે જૂનાગઢનું તાપમાન ૪૩.પ ડિગ્રી નોંધાયું હતું. અસહ્ય ઉકળાટ સખ્ત ગરમી વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ મહીનાના અંત સુધી અગન વર્ષા સાથે ઉચું તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર તેમજ સોરઠ પંથકમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. આકાશમાંથી જાણે અગ્નિવર્ષા થઈ રહી છે અને અંગ દઝાડતી ગરમી વચ્ચે જન જીવન શેકાઈ રહ્યું છે. દરમ્યાન ગઈકાલનું તાપમાન ૪૩.પ ડિગ્રીએ પહોંચ્યું હતું. સવારથી જ આકાશમાંથી જાણે અગ્નિ વર્ષા થતી હોય તેવું અનુભવાઈ રહ્યું હતું. દરમ્યાન કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આગામી ગુરૂવાર,ઘ શુક્રવાર અને શનિવાર સુધી તાપમાનનો પારો ૪૩થી ૪૪ ડિગ્રી આસપાસ રહેશે. તેમજ આ મહીનાના અંત સુધી ગરમીનું પ્રમાણ રહેશે અને ત્યારબાદ સામાન્ય સ્થિતિ સર્જાશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!