કિર્ગિસ્તાનમાં ગુજરાતી સહિત ભારતનાં ૧૭ હજાર વિદ્યાર્થીઓ ફસાયાઃ મદદ માટે ભારત સરકાર સમક્ષ અપીલબિશ્કેક

0

કિર્ગિસ્તાનમાં મેડિકલ શિક્ષણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં ઘણું સસ્તું છે.
કિર્ગિસ્તાનનાં પાટનગર બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ સામે હિંસાની તાજેતરની ઘટનાઓથી એમ્બેસી ચિંતિત છે. જાેકે, કિર્ગીઝ સત્તાવાળાઓ દ્વારા ઝડપી કાર્યવાહીને કારણે બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બિશ્કેકમાં કોઈ અપ્રિય ઘટના નોંધાઈ નથી. પરિવહન અથવા લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. સાવચેતીના રૂપે વર્ગો ઓનલાઈન મોડમાં ચલાવવામાં આવી રહ્યા છે.
કિર્ગિસ્તાનની મેડિકલ કોલેજાેમાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ ફસાયા છે. તે સાથે ભારતના પણ ૧૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. જેમાં સુરતના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. તેઓ હોસ્ટેલ કે ફ્લેટમાંથી બહાર આવી પણ શકતા નથી.


કિર્ગિસ્તાનના સ્થાનિક યુવાનો તેમની હોસ્ટેલ અને ફ્લેટની બહાર ઊભા છે અને તેમની સાથેની સતામણીનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોનાં ટોળાં ભારત, બાંગ્લાદેશના લોકોને ટાર્ગેટ કરે છે. વિદ્યાર્થિનીએ બચવા માટે સોશિયલ મીડિયા પર મદદ માગી રહયા છે.
દરમ્યાનમાં સુરત જીલ્લાનાં ૧૦૦ વિદ્યાર્થીઓનું જૂથ પણ ફસાયેલું છે. મુળ સુરતની વતની વિદ્યાર્થીની રીયા લાઠીયાએ ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા કહયું કે, ભારતનાં વિદ્યાર્થીઓ અહીં ખૂબજ ખરાબ રીતે ફસાઈ ગયા છે તેઓ બહાર નીકળી શકતા નથી. સ્થાનીક લોકોનાં હુમલાને કારણે સ્થિતિ ગંભીર છે.
વિદ્યાર્થીઓ એરપોર્ટ જવાનો પ્રયાસ કરી રહયા છે તેમજ ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક રવાનો પ્રયાસ કરી રહયા છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓએ રાજયનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન મોદીને અપીલ કરતા તત્કાલ દરમ્યાનગીરી કરવા અને ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત વતન પરત લાવવા વિનંતી કરી રહયા છે.

error: Content is protected !!