બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર થયેલા આ ક્રિકેટરની મુશ્કેલીઓ વધી

0

તાજેતરમાં નેપાળ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નેપાળની પાટણ હાઈકોર્ટે તેને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. આ પછી, સંદીપ માટે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં રમવાનો રસ્તો સાફ જણાતો હતો.

પરંતુ હવે સંદીપની મુશ્કેલી ફરી વધી છે. આ વખતે તેને અમેરિકી દૂતાવાસ દ્વારા આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, આ વખતે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થવાની છે. ટુર્નામેન્ટ ૨ જૂનથી શરૂ થશે.આ પહેલા પણ સંદીપને મોટો આંચકો લાગ્યો હતો. નેપાળમાં યુએસ એમ્બેસીએ તેને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં સંદીપનું ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે.
આ વાત સંદીપે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.સંદીપે લખ્યું, ‘નેપાળમાં યુએસ એમ્બેસીએ ફરી મારી સાથે તે જ કર્યું જે તેઓએ ૨૦૧૯માં કર્યું હતું.

error: Content is protected !!