જૂનાગઢ સમસ્ત સિંધી યુવા સુન્ની મુસ્લીમ સમાજ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજાયો

0

સામાજીક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા સમસ્ત સિંધી યુવા સુન્ની મુસ્લીમ સમાજ દ્વારા સમુહ લગ્નનો સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧ દુલ્હા-દુલ્હનનાં સાદગીથી નિકાહ કરી કુરીવાજાે દુર કરવા અને સમાજને નવો રાહ ચિંધવા સંદેશો આપવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા બહાર આવેલ અકસા સોસાયટીનાં ગ્રાઉન્ડમાં વિવિધ ક્ષેત્રનાં સામાજીક, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં.

સમુહ લગ્નનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાનાં પ્રમુખ અમીનભાઈ સીડા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા અમીનભાઈ સીડાએ જણાવ્યું હતું કે હજુ આગામી સમયમાં સમાજ સુધારણાનાં કાર્યક્રમો થતા રહેશે. અને કુરીવાજાેને તીલાંજલી આપવા અને લગ્નમાં થતા ખોટા ખર્ચા બંધ કરવા તેમજ સામાજીક, આર્થિક શૈક્ષણિક પ્રગતિ માટે સતત કાર્યવાહી કરવામાં આવશે. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને કતકપરાનાં સૈયબભાઈ સેતા ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ટીમનાં ઈમરાનભાઈ નારેજા, સુલતાનભાઈ ખેભર, હનીફ સીડા, સમીરભાઈ શમા વગેરેએ ભારે મહેનત કરી હતી. તેમજ સુલેમાનભાઈ સીડા, અમીનભાઈ નોતીયાર, હાજીભાઈ ઠેબા, મહમદભાઈ સીડા, બશીરભાઈ સાંધ, તેમજ મહીલા મોર્ચાનાં અગ્રણીઓ નીરજાબેન દોલકીયા, નાજીમાબેન હાલા, રસીદાબેન સીડા, હમીદાબેન દલ, સેજનાજબેન સીડા, હસીનાબેન ખેભર, શહેનાજબેન હાલા, હસીનાબેન સીડા સહીતનાં મહીલા કાર્યકરોની ટીમે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે મહેનત કરી હતી. કાર્યક્રમ ખુબ જ શિસ્ત સાથે સમય મર્યાદામાં સંપન્ન થયો હતો. સમસ્ત સિંધી યુવા મુસ્લીમ સમાજ દ્વારા આગામી સમયમાં પણ સતત સેવાકીય કાર્યો ચાલુ રાખવામાં આવશે તેમ સંસ્થાનાં પ્રમુખ અમીનભાઈ સીડાએ જણાવ્યું હતું.

error: Content is protected !!