દિનેશ કાર્તિકે આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે

0

રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ, દિનેશ કાર્તિક વિશે લાઇવ ટીવી પર જાહેરાત કરવામાં આવી હતી

દિનેશ કાર્તિકે એટલે કે ડીકેએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે. જાે કે દિનેશ કાર્તિકે આની જાહેરાત કરી ન હતી. પરંતુ લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન એવી માહિતી મળી હતી કે દિનેશ કાર્તિકે આઈપીએલની સફર ખતમ કરી દીધી છે. તેની ૧૬ વર્ષની IPL  સફરમાં કાર્તિક ૬ IPL ટીમો માટે રમ્યો હતો. એલિમિનેટર મેચ બાદ જે રીતે કાર્તિક તેના સાથી ખેલાડીઓને મળ્યો અને દર્શકોનું અભિવાદન કર્યું, તે નક્કી થઈ ગયું છે કે હવે કાર્તિકની આઈપીએલ સફરનો અંત આવી ગયો છે.બુધવારે (૨૨ મે) ના રોજ IPL૨૦૨૪ એલિમિનેટરમાં RCB રાજસ્થાન સામે હારી ગયા પછી, અનુભવી વિકેટકીપર-બેટ્‌સમેન દિનેશ કાર્તિકે સંકેત આપ્યો કે આ તેની છેલ્લી IPL મેચ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પ્લેઓફ (એલિમિનેટર) મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ, દિનેશ કાર્તિક વિશે લાઇવ ટીવી પર જાહેરાત કરવામાં આવી હતી કે તે તેની IPL સફર સમાપ્ત કરી રહ્યો છે. આ દરમ્યાન દિનેશ કાર્તિકે તેના કીપિંગ ગ્લવ્ઝ ઉતાર્યા, ચાહકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. સ્ટેડિયમમાં ડીકે, ડીકેના નારા પણ લગાવવામાં આવ્યા હતા.રોવમેન પોવેલે એલિમિનેટર મેચમાં રાજસ્થાન માટે વિનિંગ રન બનાવતા જ ૩૮ વર્ષીય દિનેશ કાર્તિકે વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો.


જાે કે કાર્તિકે હજુ સુધી આઈપીએલમાંથી નિવૃત્તિની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ જિયો સિનેમા દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટો અને આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા વીડિયો પરથી માનવામાં આવે છે કે કાર્તિકે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.અહીં ધ્યાનમાં રાખો કે કાર્તિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ એમએસ ધોની પહેલા થયું હતું. દિનેશ કાર્તિકે નવેમ્બર ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.
તેણે ૫ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ લોડ્‌ર્સમાં ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. તેણે ૧ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ જાેહાનિસબર્ગમાં દક્ષિણ આળિકા સામે ટી૨૦માં પ્રવેશ કર્યો હતો.ધોનીએ ડિસેમ્બર ૨૦૦૫માં ચેન્નાઈમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધોનીનું ODI ડેબ્યૂ ડિસેમ્બર ૨૦૦૪માં બાંગ્લાદેશ સામે ચટ્ટોગ્રામમાં થયું હતું. જાેકે, ધોની અને ડીકેનું ટી-૨૦ ડેબ્યૂ એ જ મેચમાં થયું હતું, જે દક્ષિણ આળિકા સામે રમાઈ હતી.દિનેશ કાર્તિક પ્રારંભિક સિઝનથી જ આઈપીએલમાં રમનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે ૨૫૭ મેચમાં ૨૨ અડધી સદીની મદદથી ૪૮૪૨ રન બનાવ્યા છે. કાર્તિક IPL ઈતિહાસમાં ટોપ ૧૦ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન કાર્તિકે ૧૪૭ કેચ અને ૩૭ સ્ટમ્પિંગ પણ કર્યા હતા.

error: Content is protected !!