લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે.
આ ૫૮ બેઠકો પર ૮૮૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હરિયાણામાં સૌથી વધુ ૨૨૩ અને જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા ૨૦ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મોટાભાગની લોકસભા મતવિસ્તારોમાં મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીનો છે, પરંતુ કેટલીક જગ્યાએ સમય બદલવામાં આવ્યો છે. આ તબક્કામાં રાજધાની દિલ્હીની તમામ ૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેમજ દિલ્હીને અડીને આવેલી હરિયાણાની તમામ સીટો પર પણ મતદાન થવાનું છે
વધુ માહીતી મેળવો અમારા ઈ-પેપર પર