રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો હાહાકાર: વધુ ૮ લોકોનાં મૃત્યુ

0

રાજસ્થાનમાં અસહ્ય ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સીયસ પર પહોંચી ગયું છે. જ્યારે જેસલમેરમાં ૪૮.૩ ડિગ્રી અને બાડમેરમાં ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાડમેરમાં તાપમાન સામાન્ય કરતા ૬.૨ ડિગ્રી વધુ નોંધાયું છે. રાજસ્થાનમાં આ વખતે ગરમીની વાત કરીએ તો બાડમેર, ફલોદી, જેસલમેર, શ્રીગંગાનગર અને પિલાનીએ ચુરૂને પાછળ છોડી દીધું છે, જે સૌથી વધુ ગરમી માટે દેશભરમાં પ્રખ્યાત છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના કારણે વધુ આઠ લોકોના મોત થયા છે. રાજ્યના અન્ય વિસ્તારો પણ સૂર્યના તાપથી બળી રહ્યા છે. હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે ફલોદી રાજસ્થાનનું સૌથી ગરમ શહેર હતું. ત્યાંનું તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સીયસના રેકોર્ડ સ્તરે નોંધાયું છે. સમગ્ર રાજસ્થાનમાં હીટ વેવને કારણે હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનમાં હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. શુક્રવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટ સ્ટ્રોકના કારણે વધુ ૮ લોકોના મોત થયા હતા. રસ્તાઓ અને રેતી ગરમ થઈ રહી છે. જેના કારણે તેને બહાર કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે સમગ્ર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ભારે વધારો નોંધાયો છે.

error: Content is protected !!