ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ

0

અમદાવાદ સહિત રાજયનાં વિવિધ જીલ્લાઓનાં તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારથી ગરમીમાં રાહતનો અનુભવ થશે. જેને પગલે અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાન ૪ર ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું તેને બદલે આજે સવારે ૮ વાગ્યાથી જ સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો વર્તાય રહ્યો છે. આજે ૨૫ મેએ સવારે ૮ વાગ્યે અમદાવાદ શહેરનું તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે કે, સવારના તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો જાેવા મળ્યો છે.


આજથી અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટે તેવી શક્યતા છે. ગત રોજ રાજ્યભરના તમામ શહેરોમાં ૦.૧ ડિગ્રી સેલ્સિયસથી લઈને એક ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટ્યું હતું. જ્યારે આજે પણ તાપમાનમાં ઘટાડો યથાવત્‌ રહેશે. વહેલી સવારથી જ છેલ્લા પાંચ દિવસની સરખામણીએ તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૪૩થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
ગઈકાલે રાત્રે પણ લઘુત્તમ તાપમાન ૨૭-૨૮ ડિગ્રી સેલ્યિયસની આસપાસ રહ્યું હતું. તેમ છતાં હજુ પણ આજે અને આવતીકાલના દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આથી બપોરના સમયે ગરમીમાં બહાર ન ફરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ રહેશે. કારણ કે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ શહેરની ગરમીએ ૨ લોકોનો ભોગ લીધો છે.

error: Content is protected !!