૬ઠ્ઠા તબકકામાં ૫૮ બેઠકો પર પ્રારંભીક ૪ કલાકમાં રપ ટકા મતદાન

0

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબકકામાં આઠ રાજયોની ૫૮ બેઠકો પર સવારથી ઉત્સાહપુર્ણ મતદાન રહ્યું છે. પ્રથમ ચાર કલાકમાં જ સરેરાશ ૨૫ ટકા મતદાન હોવાના સંકેત છે. ત્રણ કેન્દ્રીય પ્રધાનો, ત્રણ પુર્વ મુખ્યપ્રધાનો સહિતના ૮૮૯ ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જશે.
દેશમાં સાત તબકકામાં નિર્ધારિત થયેલી લોકસભાની ચૂંટણીનો આજે છઠ્ઠો તબકકો રહ્યો છે. આઠ રાજયો, કેન્દ્ર શાસીત પ્રદેશોની ૫૮ બેઠકો પર ૮૮૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી, બાંસુરી સ્વરાજ, રાજબબ્બર, કનૈયાકુમાર જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

આજના છઠ્ઠા તબકકામાં સામેલ ૫૮ બેઠકોમાં બિહારની આઠ, હરિયાણાની ૧૦, ઝારખંડની ચાર, દિલ્હીની સાત, ઓડિશાની છ, ઉતરપ્રદેશની ૧૪, પશ્ર્‌ચિમ બંગાળની આઠ તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.
પાટનગર દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન હોવાથી પ્રચંડ ઉત્સાહ જાેવા મળ્યો હતો અને સવારથી મતદારોની લાઈનો લાગી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પુર્વ સાંસદ ગૌતમ ગંભીર, બાંસુરી સ્વરાજ, કેન્દ્રીયમંત્રી હરદીપસુરી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યુ હતું.
ભગવાન જગન્નાથ પણ મોદીના ભકત હોવાનું વિધાન કરીને વિવાદ સર્જનાર ભાજપના ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સંબીત પાત્રાએ મંદિરમાં પુજા કર્યા બાદ મતદાન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓએ વધુને વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નાગરિકોનો એક-એક મત કિંમતી છે અને તમામ લોકો મતદાન કરે. લોકોના મતદાન થકી જ લોકશાહી વધુ વિકસે છે. ખાસ કરીને મહિલા-યુવા મતદાતાઓને મહતમ મતદાન કરવાનો તેઓએ આગ્રહ કર્યો હતો.

error: Content is protected !!