જૂનાગઢ સહિત સોરઠમાં હવામાનમાં પલ્ટો : વાદળો છવાયા

0

અતિશય કાળઝાળ ગરમીના દોરમાં વાદળો છવાતા સવારે લોકોને રાહત મળી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારના સમયે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાયા હતા. આ વાદળોને કારણે ઠંડી લહેર પણ ઉઠી હતી અને જેને લઈને લોકોને સવારના થોડો સમય ગરમીમાં રાહત મળી હતી.
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમીનું સતત આક્રમણ રહ્યું છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર ઉતરતો થતો રહેવાને કારણે અગન વર્ષાના માહોલમાં જનજીવન પ્રભાવીત બને છે અને ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમી વચ્ચે લુ લાગવાના બનાવો અંગે સતત વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન છેલ્લા ત્રણ દિવસ બાદ ગઈકાલે પારો ર ડીગ્રી ઘટી જતા મહતમ તાપમાન ૪ર.પ ડીગ્રી નોંધાયું હતું અને જેને લઈને પણ ગરમીથી આશંકી રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જાે કે સતત ત્રીજા દિવસે પણ રાત્રીનું તાપમાન ૩૦ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. ગુરૂવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ર૬.૩ ડીગ્રી રહ્યા બાદ ગુરૂવારની રાત્રીનું તાપમાન ૩૦.૪ ડીગ્રી રહ્યું હતું અને શુક્રવારની સવારે તાપમાન વધીને ર૭.ર ડીગ્રી નોંધાયુ હતું. દરમ્યાન ગઈકાલે ર૪ મેના રોજ મહતમ તાપમાનનો પારો ર.૪ ડીગ્રી નીચે આવીને ૪ર.પ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેના પરિણામે લોકો તેમજ અબોલ જીવોએ ગરમીથી આશંકી રાહત અનુભવી હતી. આજે સવારે વાતાવરણમાં પલ્ટો આવતા વાદળો છવાયા હતા અને લોકોએ સવારના ભાગે ઠંડક અનુભવી હતી. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ૪ દિવસ ૪ર ડીગ્રી ઉપરના તાપમાનના સામનો કરવો પડશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!