જૂનાગઢ : બોલેરોમાંથી કેરીની ચોરી, ૩ શખ્સની મોપેડ સાથે ધરપકડ : કેરીના બોકસ જપ્ત કરાયા

0

જૂનાગઢમાં ચાલું બોલેરોમાંથી કેરીના ર બોકસ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે ૩ શખ્સને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વર્ષે વાતાવરણના કારણે કેસર કેરીનો ફાલ ઓછો થયો છે. જેના પરીણામે કેસર કેરીનો ભાવ પણ ઉંચો રહ્યો છે. હવે કેસર કેરીની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢ તાલુકાના કાથરોટા ગામે રહેતા જલ્પેશભાઈ નંદલાલભાઈ ડાવરીયાએ પરિવાર માટે ધાવા ગીરના વિવેકભાઈ પ્રભુદાસભાઈ ગધેસરીયા પાસેથી કેરીના પ૦ બોકસ મંગાવ્યા હતા. આ કેરીના પ૦ બોકસ ધાવા ગીર ખાતેથી કાથરોટા ખાતે મોકલવા બાબુભાઈ સાખડાની ખુલ્લી બોલેરોમાં મોકલ્યા હતા અને ઘરે માત્ર ૪૮ બોકસ પહોંચતા જલ્પેશભાઈએ બાબુભાઈને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોડી રાત્રે જૂનાગઢમાં કડવા ચોકથી બસ સ્ટેન્ડ તરફ જતા પોલીસ હેડ પાસેના રોડ ઉપર ચાલું બોલેરોમાંથી અજાણ્યા શખ્સે કેરીના બે બોકસ ચોરી લીધાનું જણાવ્યું હતું. આ અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી વિજય ઉર્ફે ભુરો પરસોતમ ચુડાસમા, વિવેક મનીષ સાગઠીયા અને કરણ બાબુ સોમાણીની ધરપકડ કરી મોપેડ તથા કેરીના બે બોકસ કબ્જે કર્યા હતા.

error: Content is protected !!